top of page
શ્રી જલારામ પાટોત્સવ (રામનવમી)
શ્રી જલારામ બાપા મંદિરે ૧૦ વર્ષ પૂર્ણ કર્યા છે. ૧૦ વર્ષ અગાઉ રામનવમીના આ શુભ દિવસે ત્રિમૂર્તિ (સંત શિરોમણિ શ્રી જલારામ બાપા, શ્રી વીરબાઈ મા અને ગુરુ શ્રી ભોજલ રામજી) ની ભાવ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મંડળ આખો દિવસનો કાર્યક્રમ આયોજિત કરે છે, જેમાં સવારે ૮:૦૦ વાગ્યે ત્રિમૂર્તિની આરતી અને ૯:૦૦ વાગ્યે ધ્વજારોહણ કરવામાં આવે છે અને પછી ૧૦:૦૦ થી ૧:૩૦ વાગ્યા સુધી બ્રાહ્મણો દ્વારા હોમ હવન અને યજ્ઞ કરવામાં આવે છે. સાંજે ૬:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી વિવિધ કલાકારો દ્વારા ભજનોનો કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે. ઘણા ભક્તો ત્રિમૂર્તિના દર્શન કરવા આવે છે અને શ્રી જલારામ પાટોત્સવના આખા દિવસના કાર્યક્રમમાં હાજરી આપે છે.

HJP_0046

HJP_0050

HJP_0627

HJP_0046
1/13
bottom of page